પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

व्याधि अनेक हैं, वैद्य अनेक हैं, उपचार भी अनेक हैं । अगर व्याधिको एक ही देखें और उसको मिटानेहारा वैद्य एक राम ही है ऐसा समझें, तो बहुतसी झंझटोंसे हम बच जायें ।

२९-१२-’४४
 

વ્યાધિ અનેક છે, વૈદ અનેક છે, ઉપચાર પણ અનેક છે. વ્યાધિને એક જ ગણીએ ને તેને મટાડનારો વૈદ એક રામ જ છે એમ સમજીએ તો આપણે ઘણી માથાકૂટમાંથી બચી જઈએ.

૨૯-૧૨-’૪૪
 

आश्चर्य है वैद्य मरते हैं, डाक्टर मरते हैं, उनके पीछे हम भटकते हैं । लेकिन राम जो मरता नहीं है, हमेशा ज़िन्दा रहता है और अचूक वैद्य है उसे हम भूल जाते हैं ।

३०-१२-’४४
 

વૈદ્યો ને દાક્તરો જેઓ મરે છે તેમની પાછળ આપણે ભટકીએ છીએ. પણ રામ જે મરતો નથી, હમેશાં જીવે છે અને જે અચૂક વૈદ્ય છે તેને આપણે ભૂલી જઈએ છીએ, એ આશ્ચર્યની વાત છે.

૩૦-૧૨-’૪૪
 
૨૪