પૃષ્ઠ:Nitya Manan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मृत प्रियजनका स्मरण कैसे करें ? मेरा दृढ़ विश्वास है कि वे मरते नहीं, शरीर मरता है । लेकिन स्मरण तो कायम रखना ही है, उनके सब गुण हमारेमें यथाशक्ति उतारकर, उनकी शुभ प्रवृत्ति अपनाकर और उसमें वृद्धि कर कर । समाधि पर फूलादि रखना उसी स्मरणको बढ़ानेके लिए है । अगर फूलोंसे ही संतुष्ट रहें तो उसे मैं मूर्ति-पूजा कहूँगा ।

११-२-’४५
 

મૃત પ્રિયજનનું સ્મરણ કઈ રીતે કરીએ ? મારો દૃઢ વિશ્વાસ છે કે તેઓ મરતાં નથી, શરીર મરે છે. પણ સ્મરણ તો કાયમ રાખવું જ છે, તેમના સર્વે ગુણો આપણામાં યથાશક્તિ ઉતારીને, તેમની શુભ પ્રવૃત્તિ અપનાવીને ને તેમાં વૃદ્ધિ કરીન. સમાધિ પર ફૂલ વગેરે ચડાવવાં તે આ સ્મરણ વધારવા માટે છે. ફૂલોથી જ સંતોષ માનીએ તો હું તેને મૂર્તિપૂજા કહું.

૧૧-૨-’૪૫
 
૪૮