પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आज प्रातःकालके भजनमें था, ईश्वर हमको कभी नहीं भूलता, हम भूलते हैं वही सच्चा दुःख ।

२०-२-’४५
 

આજે પ્રાતઃકાળના ભજનમાં હતું કે ઈશ્વર આપણને કદી ભૂલતો નથી. આપણે તેને ભૂલી જઈએ છીએ એ જ ખરું દુઃખ છે.

૨૦–ર–’૪૫
 

जब ईश्वर नहीं बचाना चाहता, तब न धन बचायेगा, न मात-पिता, न बडा डाक्टर ! ! ! तब हमें क्या करना चाहिये ?

२१-२-’४५
 

જ્યારે ઈશ્વર નથી બચાવવા માગતો ત્યારે નહીં ધન બચાવે, નહીં માતપિતા બચાવે કે નહીં મોટો દાક્તર બચાવે ! ! ! ત્યારે આપણે શું કરવું જોઈએ ?

૨૧-૨-’૪૫
 
૫૩