પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

हम हैं क्योंकि ईश्वर है । इसीसे हम देखते हैं कि मनुष्यमात्र, जीवमात्र ईश्वरका अंश है ।

२४-२-’४५
 

આપણે છીએ કેમ કે ઈશ્વર છે. આ પરથી જ આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્યમાત્ર, જીવમાત્ર ઈશ્વરનો અંશ છે.

૨૪–૨-’૪૫
 


नये करारमें एक यह वाक्य है : “तेरे दिलमें न चिंता रहे, न तु किसीका भय रखे ।” यह वचन उसके लिए है जो परमात्माको मानता है ।

२५-२-’४५
 

નવા કરારમાં એક આ વાક્ય છે : “તારા મનમાં ચિંતા ન રહો, ન કોઈનો ભય રહો.” આ વચન પરમાત્માને માનનારને માટે છે.

૨૫-૨-’૪૫
 
૫૫