લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आजकल बाईबलके फ़िकरे पढ़ रहा हूँ । आज यह देखता हूँ : “श्रद्धासे जो कुछ तुम माँगोगे, तुम्हें मिलेगा ।” (मैथ्यु २१–२२)

१-३-’४५
 

આજકાલ બાઇબલના ફકરા વાંચું છું. આજે આ જોવામાં આવ્યું : “શ્રદ્ધાપૂર્વક જે કાંઈ માંગશો તે તમને મળશે.” (મૅથ્યુ ૨૧–૨૨)

૧-૩-’૪૫
 

‘निर्बलके बल राम’ के जैसा ही साम ३४–१८ में है । जो टूट गया है उसके नज़दीक परमात्मा है ही, और जिसको सच्चा पश्चात्ताप हुआ है उसे बचा लेता है ।

२-३-’४५
 

‘निर्बलके बल राम’ જેવું વાક્ય સામ ૩૪–૧૮માં છે. જે ભાંગી પડ્યો છે તેની નજીક પરમાત્મા છે જ, અને જેને સાચો પશ્ચાત્તાપ થયો છે તેને બચાવી લે છે.

૨-૩-’૪૫
 
૫૮