પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એ પાવકે કરિયું જીવનને વિશુદ્ધ,
બાળી દઈ મલિન કર્મ બધાં અબુદ્ધ;
ત્હેં દિવ્ય આત્મબલિદાન દઈ ઉગાર્યો,
અસ્પૃશ્ય માની સખિ ! ત્હેં નવ તુચ્છકાર્યો. ૫

એ સર્વ જીવનસખી ! સ્મરણે જ ઘેરાં,
દાબ્યાં દબાય નહિં, આજ સ્ફુરે અનેરા :
તો જોડું એ કવિતદેવીતણા અભંગ,
નૂપુરઝંકૃતિતણા ૫ડછંદ સંગ. ૬

વાંદરા.
તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૧૧.
}