પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨


વીંટી વળિયો નાગ એ મુજ બાળુડાના કર પરે,
ને બાળ હેને ચીઢવતો કંઈ હાસ ખડખડ શો કરે ! ૮

તીવ્ર જિવ્હાયુગલ ધરતો શીતળ હેનો ગોઠિયો
મુખ વિકસીને પુંફવાટ કરતો, ચીઢવતાં જ્ય્હાં ઊઠિયો. ૯

પણ હાય ! એ મુજ બાળુડો ક્ષણવારમાં પીળો થયો,
નિસ્તબ્ધ પડિયે, મ્હેં ન જાણ્યું કેમ એ રમતો રહ્યો. ૧૦

અધરપુટના બન્ધથી મુજ સ્તન તજ્યું વળી તે ક્ષણે,
કોઈ ક્‌હે ‘વિષ ચઢ્યું હેને’, ‘નહિ જીવે’ વળી કો ભણે. ૧૧

પણ મ્હેં ગુમાવાયે નહિંં મુજ બાળ મોઘા મૂલનો,
ને ફરી વિકાસ થવા ચહીને કરમિયા એ ફૂલનો, ૧૨

માગ્યું ઔષધ સહુ કને, જે બાળુડાને લોચને
ફરી ઊડી ગયેલું તેજ પૂરે, પૂરે મન મુજ મોદને. ૧૩

ચુમ્બનબિન્દુ એ સર્પતણું કંઈ હૂતું ઝીણું અતિ ન્હાનું,
વૈર ન મુજ બાળશું એ રાખે હું નિશ્ચય મન જાણું. ૧૪

માયાળુ મુજ બાળ હુતો અતિ, પ્રાણી વિશે ધરે પ્રેમ;
-રમત રમતમાં સ્પર્શ કરતાં સર્પ દૂભે હેને કેમ ? ૧૫