પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪


ધીરા કોમળ કરવડે સ્પર્શ કરીને તે વાર
મુખપટ પાછું ઢાંકિયું, પછી કીધો ઉચ્ચાર;– આશ૦ ૨૩

બ્હેન ઉપાય બતાવું હું, જેથી દુખ તુજ રૂઝાય;
ને દુઃખ રૂઝે આ બાળનું;– પણ ઔષધ તું લાવ્ય. આશ૦ ૨૪

વૈદ્યે કહ્યું ઔષધ લાવતા વૈદ્ય સોધે જે બાઈ !
સોધીને લાવ્ય તું કાળી કંઇ તોલો એક જ રાઈ. આશ૦ ૨૫

પણ જોજે બાઈ ! જે ઘર વિશે મૃત્યુ પામ્યું કો હોય,
માત, પિતા, સુત કે સુતા, દાસ દાસી વા કોય; આશ૦ ૨૬

તે ઘરથી નવ લાવતી રાઈકણ તું એક;
હેવી મળે કદી રાઈ તો,— ધન્ય તુજ કર્મરેખ.’ આશ૦ ૨૭

(સોરઠ)

હેવું નાથ ! વદ્યા’તા તમો ખરે !— એમ યુવતી થઈ દીન ઉચ્ચરે;
અતિ મૃદુભાવે સ્મિત કરિ નાથ ત્ય્હાં દીધો ઉત્તર દયા અગાધમાં :
“સત્ય એ હું વદ્યો કિસાગોતમી ! પણ રાઈ ક્યહાં જે મ્હને ગમી ?” ૨૮

*[૧](ગરબી.)
“નાથ ! ભટકી હું ઘેર ઘેર, ઉટજ ઉટજમાં રે :
આ વનમાં અને ઠેર ઠેર નગરમારગમાં રે; ૨૯


  1. * ‘અમદાવાદ નામે આજ શહેર છે સારું રે’ —એ ચાલ.