પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮


રાજ્યારોહણ.

( શિખરિણી )
હજારો વર્ષોના રવિ શશી ઊગ્યા આથમી ગયા;
અખંડજ્યોતે એ હજી ગગનદીપો તપી રહ્યા;
અને ત્હેં તો નાનાવિધ અનુભવો શા અનુભવ્યા,
દૃઢા દિલ્હી ! શા શા નૃપ તુજ ઉમંગે રમી શમ્યા ! ૧

( *[૧]નિશાણી પેડી.)
જો ! પાંડવ કૌરવ રમણ ચઢાવી,
ન્દ્રવંશને બહુ દીપાવી,
લુપ્ત કર્યા નિર્વાણ વિશે સહુ
ઉદય અસ્ત પલટાવીને.

ને નંગપાળ તુવાર ગવાયો
તે પણ તિમિરપટે જ સમાયો,
વંશ અનેક ગયા ભૂસાઈ
ચિત્રપટે ચીતરાઈને.


 1. * આ છંદ માટે રણપિંગળ ભાગ ૩ જો પૃષ્ઠ ૧૩ર-૧૩૩ જુવો.
  સ્થૂલ વરૂપ આ પ્રમાણે છે :– પ્રથમ ચરણ ચરણાકુલના ચરણમાં
  આરમ્ભમાં ઉમેરેલી બે માત્રાવાળું (અર્થાત્‌ - હેમાં ત્રીજી માત્રાથી તાલ);
  બીજું તથા ત્રીજું ચરણ ચરણાકુલ છંદનું કરવું; અને ચોથું ચરણ
  ત્રિજા સાથે બોલતાં સવૈયાનું ચરણ બને એમ કરવું; એ ચરણમાં
  છેવટે મગણ આણવો.