પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯


ને વીર અને શૃઙ્‌ગાર રસોનો
નાયક એક અજાણ્યો કો’નો ?
ચંદ કવિએ ગાયે પ્રેમે
રસની જેલ મચાવીને;

કય્હાં ગયો આજ પૃથુરાજ જ શૂરો,
સંયુક્તાનો પ્રાણ જ પૂરો ?
ઘોરી મહમ્મદ હેનો જેતા,
તે પણ ગયો તણાઈને.

વળી તુર્ક મુગલ ને તીખા મરેઠા
વિજયે ચઢીને પડિયા હેઠા;
નાદિર કાળસરીખો નાચ્યો
રુધિરરેલ રેલાવીને.

એ વિજયી નૃપ સહુ કેરી મૂર્તિ,
કાળસિન્ધુમાં તરંગસરખી,
ઊછળી ઊછળી શમી ગઈ સહુ
ક્ષણભર જોર જણાવીને.

(શિખરિણી.)
ગયા એ ઉદ્વેગો, તિમિરભરિયા એ દિન ગયા,
પ્રસારી શાન્તિને અરુણ ગગને રંગ પૂરિયા;
ફરી દિલહી ! ત્હેં તો વસન સજિયાં ઉત્સવતણાં,
અને તું ઉત્સંગે લઈશ નવ સમ્રાટ હમણાં.