પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧


(પ્રમાણિકા.)
અસંખ્ય દીપમાળ, ને
ધ્વજા, કમાનહારય, ને
અનેક વાદ્ય સુસ્વરે
ઉરે ધ્વનિ જગાડતાં;૧૪

પ્રચંડ તોપ ગર્જતી,
જ્વલંત વ્યૂહ સૈન્યના,
તુરંગમો ગજો ઘણા,
સજેલ સાજ મ્હાલતા;૧૫

(સોરઠો)
સ્વપ્નસુષ્ટિસમ સર્વ રચના એહ જશે ઊડી,
ભૂપ ન ધરશે ગર્વ, અચલ રહ્યો એ ધર્મમાં.૧૬

(શિખરિણી. )
પરંતુ દીનોનાં હૃદયરુદનોને શમવતી
દયાનીતિ ત્હારી, નૃપવર ! અહો શાશ્વત થતી;
ખરી કૂંચી લાધી જનહૃદયની એક તુજને;
સદા તે સંભાળી ! સ્થિર ચલવજે રાજ્યરથને;૧૭

અને ર્‌હેશે સ્થાયી હૃદય હૃદયે મૂળ ધરતો
ઘટા ઘેરી સર્વે દિશ પ્રસરતે પ્રેમવડલો;
ન ઝંઝાવાતો એ કદી પણ તરુને ડગવશો !
સદા શીળી છાયા મહિં રતભૂમિ સ્થિર વસો !૧૮