પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
ગોવર્ધનભાઈ.

(હરિણી.)
ધુમસરજમાં ઝાંખે ઢાંક ગભીર મહેદધિ
વિષમસુરનાં ગાનો ગૂઢાં ગજાવી રહ્યો અહિંં;
રજનિતિમિરે આછા વેર્યા અલૌકિક તારલા
જલધિજલમાં પેશી ઊંડા યથેચ્છ રમી રહ્યા.

ઉદધિસુરનાં આછાં બિમ્બો બની નભતારલા
ધ્વનિત કરતા એ ગાનોને શું વ્યોમગુહા વિશે !
ઉદધિનભને ભેળાં ગૂંથે અલૌકિક શાન્તિ આ,
જહિંં શમી જતાં ગાનો સર્વે કરી ધ્વનિ કારમા.

(દ્રુતવિલન્બિત. }
તરતું શાન્તિતણા ઘન પૂરમાં
અનુભવું છું અપૂર્વ સ્વરૂપ હું !
ગગન, તારક, સિન્ધુ સમગ્રમાં
સરી સૂક્ષમ સ્વરૂપ જ જે રહ્યું.

નિરખું એ મુજ મિત્રની મૂર્તિ આ,
સતત ચૉગમ વીંટી લિયે મ્હને,
વિરલ એહ સ્વરૂપ અમૂર્તતા
ધરી શું સ્પષ્ટ સહસ્ત્રગણૂં બને!