પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭


(ગરબી, * )
“ધીરજ ધાર્ય તું પ્રાણ ! મધુરી ! ઓ ધીરજ ધારે;
અવિચલ પ્રેમ છે સ્થાન, સતત આશ્વાસનું ત્હારે.
ધીરજ૦ ૧૨

(સાખી)
ભલે સ્વપ્ન તુજ ભાવિનાં ચિત્ર ચીતરે ગૂઢ.
ને દેવો ડગતા ભલે નિજ આસન આરૂઢ
તદપિ તું ધીરજ ધારે.
ધીરજ૦૧૩

વિશ્વ, શકે, ઉદ્ધારનો માર્ગ જાણવા આજ
તત્પર ઊભું ભેદ કંઈ ગૂઢ સમઝવા કાજ;
તદપિ તું ધીરજ ધારે.
ધીરજ૦ ૧૪

દશા આપણી પલટીને ભલે તજે નિજ સ્થાન,
સત્ય વદુંવછ, યશોધરા હૂતી ને છે મુજ પ્રાણ;---
હૃદય એ તુ ધીરજ ધારે.
ધીરજ૦ ૧૫
___________________________________________
“*જે લોચનમનનો રે કે ઝગદડો લોચનમનનો,” એ ચાલ-