પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯


(

વલણ.)
વિશ્વ તારવા કાજ આ આવી પળ અણુમૂલ,
જોઈને સિદ્ધાર્થ એ સ્વગત વદે કંઈ ગુઢ રે.૨૦

(દ્રુતવિમ્બિત.)
“પળ અમોલ જ આવી હવે પળું !
જગત ઉદ્ધરવા વ્રત આકરું
અધર આ સુકુમાર જ પ્રેરતા,
મધુર નીંદરમાં સૂતી એ પ્રિયા !૨૧

વિષમ એ વ્રત આપણ યુગ્મને,
કરી વિયુક્ત વિશેષ રુડું બને
ગગનમૌન વિશે ઝળકી રહ્યું,
નિરખું નિર્મિત શાસન ઊજળું.૨૨

(ગરબી. * )
મ્હને પ્રેરતા તારકવૃન્દ ! આ હું આવ્યો રે,
દુઃખડૂબ્યા ઓ જગજન! આ હું આવ્યો રે, ૨૩

તમકાજ તજું મુજ રાજ્ય, સુખો બહુ વિધિનાં રે,
રાજમન્દિર સુખમય સાજ, રજનિદિન સુખનાં રે;૨૪

__________________________________________

  • “જમુનાજળ ભરવું મ્હારે કુંવર કન્હૈયા રે".-એ ચાલ.