પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦


( સાખી.)
તજું સર્વ એ આ ક્ષણે, સહુ થકી દુલ્ત્યજ એક,
રાણી મધુરી ! તે તજું હવે તુજ ભુજવલ્લી વ્હાલી સુરેખ. ૨૫

(મૂળચાલ.)
તેાય ત્હારો પણ ઉદ્ધાર થશે જગસંગે રે,
અને તુજ ઉદરે આ વાર સ્ફૂરે જે ઉમંગે રે ૨૬

મુજ શિશુ અંકુર એ આપણા પ્રેમનો ગૂઢો રે,
થોભું આશિષ દેવા હેને, ડગું રખે હું તો રે; ૨૭

ઉદ્વરીશ હું એ પણ બાળ; અરે સહુ થોભો રે,
પત્ની ! પુત્ર! પિતા ! ક્ષણવાર, અને જગલોકો રે! ૨૮

આ અવસરકેરું દુઃખ સહો, મુજ સંગે રે,
જ્યોતિ પ્રગટે ને શીખે વિશ્વ ધર્મ ઉમંગે રે.૨૯

કર્યો નિશ્ચય દઢ આ વાર, હવે હું ચાલું રે,
નવ પાછો ફરું કો કાળ, અચળ પથ ઝાલું રે.૩૦

(સાખી.)
સોધું સત્ય અતિ ગૂઢતે મળતા લગી ફરે નાહિંં,
અન્વેષણ અતિ તીવ્ર ને તપ ઉગ્ર ફળે જો કાંઇ.” ૩૧