પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧


(ચોપાઈ ત્રણ તાલની )
કરી યશોધરાને પ્રણામ, સૂતી જે ભરનિદ્રામાં આમ,
કાંઇ ભાવ અવર્ણ્ય ભરેલાં, નાંખ્યાં નૅનોવદન પર ઘેલાં; ૩ર

હજી અશ્રુથી ભીનું વદન, લેવા છેલ્લી વદાયનું મન,
કીધી પ્રદક્ષિણા ત્રણ વાર, શય્યાકેરી ધરી ભક્તિભાર;૩૩

જોડી ધડકતે હદયે પાણિ,બોલ્યો સિદ્ધાર્થ અવિચલ વાણી :–
“ફરી આ રમ્ય શય્યા માંહિ કરું શયન કદી હું નાહિ.” ૩૪

ત્રણ વેળા ગયો રાજન, પાછો આવ્યો વળી વેળ ત્રણ;
હેવું રાણીનું સૌન્દર્યપુર, હેવો પ્રેમ હેનો ભરપૂર; ૩૫

અન્તે બળ કરી છૂટ્યો શયનથી,ધાર્યો શોક પછી નવ મનથી;
ચાલ્યો,શ્યામરજનિમાં ચાલ્યો માર્ગજ્યોતિ અનુપનો ઝાલ્યો.૩૬