પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪


સંધ્યાના મન્દિરે અન્તે આછી આછી વિકાસતી
આલેખાઈ છબિ ઊભી, રેખા સ્પષ્ટ થઈ છતી.૭

(હરિણી.)
વિકસિત થઈ મૂર્તિ એ તો સુભવ્ય મનોહરી,
ગગન સઘળું વ્યાપી ઊભી અલૌકિક સુન્દરી;
સુરધનુતણો ગૌરીતણી તનું દીપતો,
વિવિધવરણા તારા ગૂંથી ધર્યા ઉર હાર જો ! ૮

લલિત કુસુમો નાનારંગી-તણી સુરમાલિકા,
અનુપમ વહે જે'માંથી, જજો ! સુગન્ય અલૌકિક,

અણગણ કંઈ માળાઓ એ સહજ ભુજે ધરી,
નિરખતી મુને પ્રેમે દેવી, મીઠે રવર ઉચ્ચરી.૯

(દેશી x )
“અહો મુગ્ધ મનુજના બાળ રે! ગૂઢ ભેદ બતાવું;
તજી દે તું વૃથા ભ્રમજાળ રે, ગૂઢ ભેદ બતાવું.
વ્યાપ્યું અગાધ બ્રહ્માણ્ડ વિશે સહુ ગૂઢ સંગીતનું પૂર,
શ્રવણ કરે કો ધન્ય જ વિરલા એહ મધુર સુરો રહ્યા દુર રે;
ભેદ હેનો બતાવું. ૧૦

_________________________

x ત્હારું ગોકુળ જોવાને આવ્ય રે, મથુરાના ઓ વાસી !?--- એ ચાલ.