પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮


( વસન્તતિલકા)
વીણાવિશે અચલ ઠાઠ રૂડો જ સ્થાપી,
દેવી વદે વળતી એ મુજને જ આપી;-
“લે તું, રખે ફરીથી મર્કટને જ દેતો,
વીણા બની રહી હવે અતિ દિવ્ય એ તો”.૨૭

(હરિણી )
વચન વદીને હેવાં દેવી અદશ્ય થઈ ગઈ;
મુજ હૃદયમાં છાયા હેની અલોપ્ય રહી ગઈ;
ઉદધિસુરશું વીણા મ્હારી ધરી ધ્વનિ ઝીલવા,
સ્વર મળી ગયા; ને ત્ય્હાં રાગો ગવાય નવા નવા ૨૮