પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૯
દિવ્ય યોગિની.

(ઉપજાતિ.)
હિમાદ્રિનાં શ્વેત અસંખ્ય શ્રુઙોગો
ધરે રુડા ઈન્દ્રધનુષ્ય રંગો;
એ શ્રુંગમાંની અતિ ઉચ્ચ ટોચે
કો કન્યકા દિવ્ય ઊભી શી સોહે ! ૧

અનન્ત આકાશ, દિગન્ત સર્વે,
ભરી પ્રભાથી રહી એહ ગર્વે,
લાવણ્ય ના ઢાંકર્તી અંગકેરું;
દિવ્યપ્રભા એ જ દુકૂલ હેનું. ૨

જોતી દીસે એ અનિમેષ નેને,
સુદૂર કો ગૂઢ જ તત્વ ત્હેને,
તથાપિ દ્ર્શ્યો સહુ ઠામકેરાં
પ્રત્યક્ષ કન્યાનચને પડેલાં.૩

એ સુન્દરી અદ્ભુત દર્શનોએ
તલ્લીન ર્‌હેતી કંઈ ગૂઢ જોએ;
ઊંડાણ ખેડી જ અનન્તતાનાં
ગુંથે અમોલાં કંઈ રત્ન છાનાં.૪