પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦


અન્તસ્વરૂપે નિજ દ્રષ્ટિ પ્રેરી
જતી રહી આત્મછબિ અનેરી;
અદશ્ય કો દર્પણમાંહિ ડૂબી
પ્રત્યક્ષ જોતી નિજબિમ્બખૂબી; ૫

જે બિમ્બ કો અદભુતશક્તિયોગે
અન્તર્ગુહાથી લઈ ખેંચી પોતે
સુસ્પષ્ટ મૂકે નિજ સંમુખે એ
ને જોતી રહેતી સ્મિતથી સુખે એ.૬

(દ્રુત્તવિલમ્બિત )
અલભ દર્શન સુન્દરી એ:તણું
મથી રહ્યા કરવા મનુજો ઘણું;
ગિરિતટે ચઢતા શ્રમ કષ્ટથી,
તદપિ દર્શન દિવ્ય થતું નથી.૭

(ઉપજાતિ )
ચઢી પ્રયાસે વિરલા જનો ત્ય્હાં
શ્રુઙોની નીચે રહી નેન પ્રેરે
ને સુન્દરીનાં સહુ અંગ મોંઘા
સુવર્ણરંગી ધુમસો જ ઘેરે. ૮