પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧


(દ્રુતવિલમ્બિત.)
ધુમસમાં પડી છિદ્ર કદી કદી
નજર આવર્તી તેજતણી નદી,
વિકૃતરૂપ થતી તહિં કન્યકા,
પ્રગટ અર્ધ જ એમ થતી પ્રભા.૯

 (ઈન્દ્રવજા.)
માની લિયે દર્શન પૂર્ણ હેને,
માને મનુષ્ય દીઠી સુન્દરીને,
વાંકાં પડેલાં પ્રતિબિમ્બ ધૂમે,
કન્યા જ એ એમ ગણી શું ઘૂમે ! ૧૦

એ ધૂમથી સુન્દરતા અનેરી
કન્યાતણાં અંગ વિશે ભરેલી
જોઈ સકે ધન્ય મનુષ્ય કોઇ,
ને તે ક્ષણે સ્તબ્ધ બને જ મોહી.૧૧
 
(દ્રુતવિલમ્બિત.)
કવિતદેવી કદી પ્રિય ભક્તને,
નિજ વિમાન ચઢાવી, લઈ કને,
ઊડી જઈ ગિરિશ્રુઙ્ગ જ મૂકતાં,
અલભ દર્શન સુન્દરીનાં થતાં;૧૨