પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૨


(ઇન્દ્રવજા )
એ દિવ્ય બાલતાણું પૂર્ણ તેજે
દીપંત સૌન્દર્ય ત્યહાં જ સ્હેજે
પ્રત્યક્ષ થાતું અચલ સ્વરૂપે,
ને ધન્ય ભક્તો રસમાંહિ ડૂબે.૧૩

ને દિવ્ય એ સુન્દરીની છબિને,
આ મર્ત્યલોકે લઈ આવી ધીમે,
આછાં જ આછાં પ્રતિબિમ્બ પાડે;-
તે જોઈ હું થાઉં કૃતાર્થ કય્હારે ? ૧૪



વિયોગિની યશોધરા.

(ઢાળ)
શોક્કભરિયાં દીર્ઘ વર્ષ અનેક વીતીને ગયાં,
નિજ સુતતણાં મુખવચન દર્શનશ્રવણને દુર્લભ થયાં; ૧

શુદ્ધોદનન રાજા દુખડૂબ્યો શાકય સમન્તના વૃન્દે,
ગાળતો જ્યમ ત્યમ કરી નિજ કાળ મન અતિ મન્દે. ૨

શોકભરી બેશી રહી, ને જીવનસુખ સહુ છાંડયું,
મધુર રાણી યસ્ગોધરાએ વૈધવ્ય વિરલું માંડયું.૩