પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૩


નાથ નિજ હઈડાતણે જીવંત પણ નવ જીવતો,
એ દોહલું વિધવાપણું, નવ થાય રાય હજી છતો.૪

ઉષ્ટ્રયૂથો ચારનારા દેશ દેશ ભટકંતા,
કે લાભા-અર્થે વિષમ વાટે વણિકગણ વિચરંતા,૫

સાધુ ત્યાગી કે દેખતાં જઈ રાજાને ય જણાવે,
ને રાય તત્ક્ષણ દૂત પ્રેરે તે જઈ પાછા આવે;૬

એકાન્તવાસી કહિં સંન્યાસી છેડયાં જે'ણે ઘરસૂત્ર,
હેવા અનેકતણી લઈ વાર્તા પાછા વળે સહુ દૂત;૭

પણ ન મળે શુભ કપિલવસ્તુકુલમૌલિતણી કંઈ ભાળ,
જે'માં વશી નિજ કીર્તિ અને નિજ આશ ગણે જ નૃપાળ..૮

દૂર ભમંત હશે આ ક્ષણ, કે વીસર્યો નિજ જન,
કે ગાત્ર પામ્યાં પરિવર્તન, કે પ્હોચ્યો મૃત્યુસદન;૯

મધુર રાણી યશોધરાના હ્રદયતણો એ વિરામ;
નવ લાગે કંઈ ભાળ ત્હેની શોધ કરતાં આમ.૧૦

( વલણ.)
આમ વર્ષ વીતી ગયાં વાધ્યો દુખ-ઉદ્રેક,
પણ હેવે સમયે એક દિન કંઈ કૌતુક બનિયું એક રે,૧૧