પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪


(ચોપાઈ.)
આવ્યો રમ્ય રમંતો વસંત, ધાર્યો ધરણીએ વસન હસંત;
આંબે ઝૂલે મોર રુપેરી,-રાણી યશોધરા શોક્ઘેરી.૧૨

બેઠી ઉઘાનસરિતાને તીર, દીપે કાચશું નિર્મળ નીર;
પૂર્વે વીત્યા સુખના સમામાં, અહિં પ્રિય બે રહી સ્હામસ્હામાં,૧૩

પદ્મકોશખચિત છે કિનાર હેવા જળદર્પણ મોઝાર,
નિરખંતાં નિજ પ્રતિબિમ્બે, મધુર અધર અધર જે ચુમ્બે;૧૪

ગુંથ્યા કરશું કર વળી નીરખે જળબિમ્બિત જોડું હરખે;
હેવી ઉધાનસરિતાને કંઠ, બેઠી યશોધરા સોત્કણ્ઠ.૧૫

આંસુડે નેનપુટ તેજ લીધાં, ગાલ સુકુમાર ક્ષામ જ કીધા,
અધરૌષ્ઠતણી રમ્યરેખ શોકાનળથી સૂકાઈ છેક,૧૬

દિવ્ય કાન્તિ કેશતણી ડૂબી, એકવેણીધરા રાણી ઊભી;
બાંધ્યા સંસ્કારહીન સુકેશ, છાજે વિધવાજનનો વેશ.૧૭

શ્વેત શોકનું વસન જ જાડું નાંખ્યું ઉર ઉપરે જે આડું,
નહિ મેખલામણિબન્ધ ત્હેને, છાંડયાં ભૂષણ સઘળાં હેણે,૧૮

સુણી પ્રિયનાં પૂર્વાશ્રમમાં પ્રેમાહ્વાનો ઊઠી સંભ્રમમાં
વળતા ચપળ ચરણ જે હરણશા, પાટલપાંખડી પેર જે પડતા;૧૯