પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬


રમ્ય વિશ્વ પડયું ચોપાસે, નિરખે ફૂટતી કળી મધુમાસે;
પામે આનન્દ રાહુલ કુમાર, જેને હઈડે નહિં દુ:ખભાર.૨૯

આમ કમલિનીઓને કિનાર, મન્દ ભમતાં રાણી ને કુમાર;
રાતાં ભૂરા મનને જળમાં નાંખીને તાબ્દુલ કુતૂહલમાં ૩૦

દુ:ખહીન રાહુલ હસે કોડે, નિરખી મત્સ્ય જે જળમાં દોડે;
રાણી ખિન્ન નયનથી નિહાળે, વેગે ઊડતી વલાકા તે કાળે;૩૧

નાંખી નિઃશ્વાસ દીનવચનની વિનવે વિહગને રાહુલજનની;
“અહો ભુવન ભમંતાં વિહંગ, તમ ગતિ ગગને છે અભંગ; ૩૨

કદી જઈ ચઢે અકસમાત, જહિં છૂપ્યા રહ્યા મુજ નાથ;
ક્‌હેજો યશોધરાના પ્રણામ, પછી વીનવીને વદજો આમ:–૩૩

સુણ્વા શબ્દ એક તમ મુખનો, લેવા લ્હાવો ક્ષણસ્પર્શ સુખનો,
મરણોન્મુખ જીવતી છે દાસી; ”—ક્‌હેજો એટલું ઓ નભવાસી.”૩૪

(વલણ.)
આમ નિસાસા નાંખતી રાણી કરે ઉચ્ચાર,
ને રમતો મુદમય કુંવર, ત્યહાં અભુત બન્યું તે વાર રે. ૩૫(વિષમ હરિગીત.)
તેહ વારે રાજદ્વારે થકી આવી દોડતી,
કો અંગના સુખરંગના સંદેશ લાવી કોડથી:-