પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭


"રાણીજી! ઓ રાણીજી! આવ્યા નવીન કો આપણા
પુરમાંહિ દક્ષિણ દ્વારથી બે વણિક હસ્તિનાપુરતણા; ૩૬

ત્રિપુષ ને ભલ્લુક હેવાં નામ એ ધનવાનનાં,
ગર્જંત સાગરકંઠથી અતિ દૂર આવ્યા બે જણા;
વસ્ત્ર પ્રિયકર આણિયાં અદ્ભુત જરીનાં ચિત્રનાં,
સૂને રશેલાં શસ્ત્ર, ને પિત્તળકટોરા કારમાં,૩૭

અંડ હસ્તિદન્તના, તેજાન, ઔષધ વનતણાં,
કંઇ પંખિયો વળી અવનવાં, ભંડાર દૂર જ દેશના
લાવિયા, પણ એહ સર્વે રત્નને ઝંખાવતી
લાવ્યા અમોલી એક વાર્તા, રાણી! તમ મનભાવતી ! ૩૮

ભાળ લાગી એહની, તુજ નાથની, અમ રાજની,
આ ભૂમિકેરી બધી આશાતણા એ સિરતાજની,
નિરખિયો સિદ્ધાર્થ નજરોનજર એ વહેપારિયે,
ને પૂજિયો ચરણે ઢળી, અભિવન્દિયો શિર નામીને. ૩૯

ભાખિયું હૅતું ભવિષ તે અનુસાર બનિયો રાજ એ
જ્ઞાનીતણો ગુરુ, ભુવનવન્દ્ય, પવિત્ર, અદ્ભુત આજ એ;
બુદ્ધ બનિયો, મધુર વચને ને અગાધ દયાગુણે,
જનતારતો, ઉદ્ધારતો, અહિં આવતો,-વણિકો ભણે.”૪૦