પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯


ભરશે સોનૈયે પૂર, વળી રત્નભારે, રે,
નવ મળશે જે અણમૂલ રાજભંડારે રે,૪૮

અને ચાલો સહુ સાહેલી, વધામણ આપું રે,
મુજ હૃદયે અતુલ હર્ષહેલી કરી છે જો તે માપું રે.૪૯

(વલણ.)
હર્ષ અને આભાર મુજ જો કદી માપ્યા જાય,
તો હેવા આપું ઇનામમાં રત્ન અમોલાં આંહિ રે. ૫૦