પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦


છાનાં અશ્રુ.

(અનુષ્ટુપ.)
હૈયાના ગિરિમાં ઊંડું એક ગૂઢ સરોવર,
આંસુડાંનાં અમીથી એ ભર્યું રહેતું નિરન્તર.૧

(વસન્તતિલકા. }
અશ્રુતશુ અમૃતનાં સ્તુતિગાન આજે
ગાઉં મ્હને પ્રિય ઘણું કંઈ અશ્રુ લાગે.
ઊંડું સરોવર કદી ઉભરાઈ જાતાં
એ અશ્રુનાં પ્રગટ જો ! ઝરણાં જ થાતાં.૨

તો એ સરોવરતણું જળ નહિ ખૂટે,
જે સ્વર્ગના મધુર કાનનમાંથી ઊઠે.-
છૂપાં રહ્યાં જગતથી અમી આંસુડાં જે
મોંઘાં અને મધુર તે સવિશેષ સાચે.૩

(અનુષ્ટ્રપ.)
ગાઉં તે ગૂઢ અશ્રુનાં ગાન આજે ઉલાસથી;
એ આંસુમોતીડાં મોંઘા એવાં વિશ્વનાં મૌક્તિકો થકી.૪

( ગઝલ )
“પિતાની પ્રેમશિક્ષાઓ
નહિ મ્હેં મેળવી મોંઘી,