પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૧


મીઠી માડીતણા મીઠાં
ન ચાખ્યાં ચુમ્બનો કોદી,૫

આદ્ય એ પ્રેમનાં બીજો
વવાયાં નાહ ઉરમાં આ;
કહો કય્હાંથી લણું લ્હાવો
અમીનો શુષ્ક રણમાં આ?૬

જગતના લોકની ઠેશે
ચઢયો ભમું એકલો જો હું !
પિતા જગનો, ચરણ ત્હેના
છૂપાં આસુંડાં વડે ધોઉં.”૭

(અનુષ્ટુપ)
નમાયાં ને નબાપાં જે એ પેરે ગૂઢ આંસુડાં
ઢાળે, તે ઝીલીને આજે અર્પું મૌક્તિકમાળ આ.૮

(ગઝલ.)
"અમીનાં નીરથી ભરિયું
સરોવર દૂરથી જોઈ,
અધીરી હું તૃષાપીડી
ધશી દોડી, મતિ ખોઈ.૯