પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨કીધાં પાનો, નહિં કીધાં,
કટુ આસ્વાદ તો લાગ્યો;
શઠે ભેળવી, ન જાણું મ્હેં;
હવે મુજ આત્મ જો ! જાગ્યો.૧૦

હૃદયમાં ઊપજ્યાં ઊંડાં
અલખ આંસુડાં વડે કાંઈ
મલિનતા ધોઉં હું છાની,
ન જોશો કોઈ ઓ ભાઈ ! ”૧૧

(અનુષ્ટુપ)
ભમાવી ભેળને દુષ્ટે ઝીકી અંધારખાડમાં,
અમોલાં આંસુડાં હેનાં લઈ ગૂંથીછ માળ આ.૧૨

(ઉધોર)
છાના અશ્રુના ભંડાર
અણગણ છે જગત મોઝાર;
લઈને દિવ્યપ્રેમસુદીપ
ધીરે સંચરું હું સમીપ.૧૩

અણગણ રત્નમાંથી કાંઇ
થોડાં હું નિવેદું આંહિં,
જે'નું મૂલ પરખે કોઈ,
વિરલા જે ઝવેરી હોય:–