પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩


નિષ્ફર જગતણા અન્યાય
પ્રગટાવે ઊંડી ઉર લાહ્ય;
તેથી પીગળી ઉર જાય,
છાનાં આંસુ ત્ય્હાં ઉભરાય.૧૫
ધનથી મત્ત ધનિક અસંખ્ય
પીડે દીન નિર્બળ રંક,
હેવાં રંક-ઉર ધુંધવાય,
આંસું ગૂઢ ત્ય્હાં રેલાય.૧૬
જગમાં ઠામ ઠામ અપાર
પ્રભુના નિરખતા ઉપકાર
વિરલા સાધુજન અનિવાર
રેડે ગૂઢ અશ્રુધાર.૧


(વસન્તતિલકા.)
ઓ ! દિવ્યલોકજનમાં મૃદુ આંસુડાં ઓ !
આઘાત આ જગતના થકી ઉપન્યાંછો;
છો દીન નિર્બળતણું બળ એક સાચું,
આજે ત્હમારું સ્તુતિગાન જગાવી રાચું.
એ ગુઢ આંસુતણી મૌકિતકમાળ ભાવે
ધારું ઉરે, જગતણી નજરે ન આવે,
છે અન્ધ વિશ્વ મુજને અતિ રંક લેખે,
મહારું છૂપું ધન કદી નવ કોઈ દેખે.