પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૫


તિમિરમાં સહુ નાચતાં
ભૂતસમ જગજન હસે,
જ્યોતિ ઝળકે દૂર જે
ત્હેનાં કિરણ તહિં શું થશે?૫

દુષ્ટ નરપશુએ તજી,
મુગ્ધયુવતી છળ કરી,
દાબતી ડૂમો મથી,
ઉર હેનું વાંચે કો, હરિ?૬

ગૂઢ સઘળી વાત એ
તિમિરમાં લય પામતી;
વિશ્વમાયા મોહની
ચોગમ ઘૂમે શી દમામથી ?૭

એક દિન, તો પણ, બધું
તિમિરપટ તૂટી જશે,
સત્ય સુન્દર રૂપનું
જ્યોતે ઝળકતું ઊગશે?૮

તિમિર લોપી વસ્તુ તે
પ્રગટ થાશે ક્ષણ મહિં;
ગીત દિવ્ય સમસ્ત તે
સુણશું નિરન્તર સ્થિર રહી.