પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬


સ્વેચ્છાસ્વીકાર

(શિખરિણી.)
સજ્યાં શસ્ત્રો શૂરે , દઢ કવચ ને ટોપ ધરિયાં,
મહાબાહું ઊભો અડગ પગ રાખી ગગનમાં;
ન જીતાશે કોથી સબળ દઢ એ વીર જગમાં,-
રહ્યો ઊભો જે આ સ્મિત અનુભવે પુણ્યમતિનાં. ૧

(વસન્તતિલકા.)
એ પ્રેમભીની મૃદુ ભાવ ધરંતી દેવી
જો વીરને ભુજ વિશે લઈ ઊભી કે'વી !
બે પાંખ આછી કંઈ ચાંદનીશી સુહાતી
વિસ્તાર દિવ્ય લલના કંઈ મન્દ ગાતી.

(ગરબી.†)
"વસજે વીર! અલૌકિક તેજભર્યો આવાસમાં રે,
નિરન્તર હાલમાં રે; વસજે૦
સુન્દરતાનાં ઉપવન રૂડાં,
કોકિલ ગાન કરે જ્ય્હાં ઊંડા,
અમીઝરણ જય્હાં રમતાં દિવ્ય વિલાસમાં રે,
નિરન્તર હાસમાં રે, વસજે૦૩

_____________________________________________

† 'કામણ દીસે છે અલબેલા ત્હારી આંખ્યમાં રે'—એ ચાલ.