પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮


વસન્તે ખીલતાં કુસુમ લઈ એ અંગ ઘડિયાં,
બ્ન્યો ઘેલો પેલો સુભટ, નયનો ત્ય્હાં જ જડિયાં. ૮

(ગીતિ.)
સહસા કિન્નરકંઠીકંઠથકી ગાનધાર ! વ્હેતી,
રગરગ રુધિર ઉછાળે, વીરતણું ચિત્ત ચોરી એ લેતી. ૯

(ગરબી.*)
“ ચાંદની શી રેલી હી વ્યોમમાં રે લોલ !
સરિત સરવરે રસંતી આજ;
લાજ વીસરી રે લોલ
ચાલ્ય રસિક! રાસ રુડા ખેલિયે રે લોલ.૧૦

કુંજ કુંજ કુસુમગન્ધ રેલતો રે લોલ,
રસિક-ઉર હલાવતો સલીલ;
ઢીલ કાં કરે રે લોલ?
ચાલ્ય રસિક! ખેલ રૂડા ખેલિયે રે લોલ.૧૧

જિંદગીનો જામ ભર્યો ઝેરથી રે લોલ;
પાઉં ત્હને મધુર મધુ અમોલ;
બોલ્ય ભય તજી રે લોલ,
આજ રસિક! રંગરેલ રેલિયે રે લોલ.૧૨
__________________________________________

  • 'ગરબે રમવાને ગોરી નીસરી રે લોલ. --એ ચાલ.