પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦

(અનુષ્ટુપ)
બંધાશે વીર શું અને મોહનીભુજપાશમાં?
છૂટશે વા પ્રયાસે એ?–કહી કેણ સકે હવાં?૧૮

(વસંતતિલકા)
ના, ના જુવો ! સદય પુણ્યમતિ જણાતી,
જો ! દિવ્ય પ્રેમછબિ એ વદને સુહાતી !
એ યુદ્ધમાં વિજય આત્મબળે જ પામી
દેવી-ઉરે સુભટ એ વસશે વિરામી.૧૯

(દ્રુતવિમ્બિત.)
શિથિલ બન્ધન મોહતણું થશે,
મલિન પાપમતિમુખ લાગશે;
સુભટ પુણ્ય૫થે રમતો જશે,
વિજયદુંદુભિ દિવ્ય જ વાગશે.૨૦


પુરૂરવ અને ઉર્વશી.

(બંને વિમાનમાં બેશી પ્રયાણ કરતાં. )
પુરુરવ—
( ઇન્દ્રવજ.)
"આ મેઘકેરા ચઢીને વિમાને
ચાલ્યાં સખી ! આપણ બે પ્રયાણે,