પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧


કો વિશ્વમાં યુગ્મ હશે શું ધન્ય
હાવું, રમે જે રસમાં અખંડ ?૧

સ્વર્ગીય દીપ્તિ તુજ આ નિહાળી,
જે'ણે દિશાઓ સઘળી ઉજાળી,
તજી બધો ગર્વ જ દીન થાતી,
તે વીજળી આમ લપાઈ જાતી !" ૨

ઉર્વશી-
(ઉધોર)
"વલ્લભ ! આજ ભૂલ્યા, પ્હેલ!
વિદ્યુત ખેલતી એ ખેલ;
દેખી આપણા આશ્લેષ,
ધીરજ ધારી ના સકી લેશ;૩

પ્રિય નિજ મેઘના ઉર માંહિ
એ તે લાડતી જ લપાઈ--
પણ એ દૂર પેલાં રમ્ય
દીપે ધવલ હિમગિરિશ્રુઙગ!૪

ચન્દા ત્યહાં રમે સવિલાસ,
નિજ મુખ જોઈ કરતી હાસ;
હેવાં દર્પણોમાં લોલ
જોવા ચુમ્બનો મુજ કોડ.”૫