પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નૂપુરઝંકાર.

અવતરણ.

ખંડહરિગીત.)

જાગતાં મ્હેં અનુભવ્યાં
સ્વપ્ન અદ્ભુત અણગણ્યાં,
દર્શને ત્યહાં ઝાંખિયાં
તે ચીતર્યાં કદી જાય ના. 

સ્મૃતિપટે, પણ, ઊઘડયું
એક દર્શન આજ જો !
હૂબહૂ થાતું ખડું
મુજ નયન આગે તાજું જો ! 

(લાવણ્મયી.)

(વસન રૂપેરી તેજે ભરિયાં ધરિયાં ઉજજવલ અંગ,
દિવ્ય કન્યકા વીણા કર ધરી ઊભી હિમગિરિશુંગ્,
ત્રિભંગ રહી સ્થિર મૂર્તિ. ૩

સુવર્ણ ઘુઘરી ચરણે બાંધી, પદનખ દીપે લાલ,
મધ્યમેખલા કુમુદે ગુંથી, કઠે મુક્તાહાર,
ઝરે કિરણો અમ સરખાં. ૪