પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨


પુરુરવ
“વ્હાલી ! દૂર, નીચે દૂર !
જો, સિન્ધુકેરું પૂર;
ઝળકે પટ વિશાળો કાંઈ
અદ્ભુત ચાંદની પથરાઈ.૬

નીચે ઊતરી સખિ! ત્યાં ત્યાંહિ
નૌકા કનકની લઈ માંહિ
આપણે બે જશું અતિ દૂર,
વહીશું એમ સુખને પૂર."૭

ઉર્વશી- (વિમાન નીચું ઉતારીને)
(વસન્તતિલકા.)
“જો! ગન્ધમાદન વને સરમાં છૂપેલા,
પુષ્પાથી હાસ કરતા કંઈ કુંજ પેલા
નીચે સુદૂર પડિયા; જહિં ખેલ ખેલી
બે આપણે સુખતણી વરસાવી હેલી; ૮

ઊંચાં અશોકતરુ ડાળ હલાવી લહેરે
પ્રેમેથી, જો, રસિક! આપણને શું તેડે!
ને મન્દ મન્દ કરતાં ઝરણાંની રેખા
અંકાઈ ભૂમિ હસતી તહિં ચિત્રલેખા.”૯