પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪


પુરુરવ–
"સખિ! તું જો ! યમુનાજળમાં પ્હણે
નગરીની પ્રતિમા સ્થિર આ ક્ષણે
મુજ ઉરે છબી જેમ રહી જડી
લલિત સુન્દરી ઉર્વશીની રુડી.”૧૪

ઉર્વશી-
( વસન્તતિલકા )
"જો ! રાજમન્દિર પ્હણે રમણીય ઊભું,
આ કૌમુદીજળ મહિં દીસતું જ ડૂબ્યું;
હેની અગાશી મહિં રમ્ય પડયા પલંગ,
વિશ્રાન્તિ ને સુખ તહિં મળશે અભંગ.”૧૫

પુરુરવ-
"ઓ ઘેલી ! એ સુખ વિશે દુખ ગૂઢ દેખું-
બાંધ્યું પલંગચરણે શિશુ મેષકેરું;
એ મેષ કો હરી જશે–ભય એમ ભાસે,
ને ઉર્વશી સુજ સખી પછી ઊડી જાશે!૧૬
( અનુષ્ટુપ.)
સુખમાં ભાવિ દુઃખોની છાયા જોતો સદા ફરું,
ભયનો ભાર ધારીને સુખાસ્વાદ જ ના કરું.૧૭