પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫


( ઉધોર.)
માટે ચાલ્ય, મધુરી ! ચાલ્ય,
ઊંચે વ્યોમપથ તું ઝાલ્ય,
જાઉં, આહિંથી હું જાઉં,
ઉરમાં ઉર્વશી સ્થિર સાહું.૧૮

અથવા હું બનું ઘનરૂપ,
વિદ્યુત તું બને જ અનુપ;
અન્તરમાં ત્હને શમાવું,
ઝીણો ધૂમ બની ઊડી જાઉં.”૧૯