પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮


જોઈ લ્યો પ્રભુકેરી છાય,
મધુર પ્રકૃતિવદન માંહ્ય
અમૃતસદન ભણી જાય,
ભકતતણા વૃન્દ જો. આજ૦૪

આવો આવો ભક્તવૃન્દ !
નિરખી લિયો પ્રેમસિન્ધુ;
તાતને પદારવિન્દ
ભક્તસંઘ વન્દતો. આજ૦ ૫


અવસાન.


(વસંતતિલકા)
અંધારમાં ઝબુકી વીજ વિલીન થાય,
ઉલ્કા સરે ગગનમાં ગગને સમાય,
ગીતધ્વનિ પ્રગટ શૂન્ય વિશે જ ડૂબે,
આનન્દ માનવ-ઉરે પળમાત્ર થોભે.૧

એ ઈન્દ્રજાલરચના ગમતી તથાપિ
ભારે ભર્યો હૃદયને ક્ષણ હર્ષ આપી,
મોનેથી ઊપની વળી શમિયા જ મૌને
ઝંકાર આ સુખ કરે કદી બન્ધુઓને,૨