પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૧


ટીકા.

{{center|અવતરણ–પૃ. ૧–૩. આ કાવ્યસંગ્રહના નામનો ખુલાસો આ અવતરણમાં મળશે.. એક બે શબ્દોમાં એ ખુલાસો આપી સકાય એમ ન્હોતું, માટે આ કાવ્યથી ખુલાસો આપ્યો છે. આ અશકિત માટે એક મિત્રે મ્હને કહેલું કે “એટલી prograsમાં ખામી જ કની? ”

આ પ્રકારના અરસિક પ્રશ્નનો ઉત્તર હા ભણીને મૌન જ રાખવું ઠીક છે. શ્લોક ૨ ચરણ ૩. હૂબહૂ=તદ્રુપ; અરબીમાં હુબહુ =તેનું તે જ, તે જ જાણે; એમ છે. ( આ શબ્દના “હુબેહૂબ “આબેહૂબ” એમ અશુદ્ધ પ્રયોગ થઈ ગયા છે).

શ્લોક ૪–૫. આ વર્ણનમાં પગથી આરમ્ભ કરી માથા સુધી જવાનો ક્રમ અણધાર્યો જ આવ્યો છે. બાકી, મનુષ્યનું વર્ણન કરતાં માયાથી શરૂ કરી પગ સુધી જવું અને દિવ્ય વર્ગનું વર્ણન કરતાં ઉલટો ક્રમ રાખવો એ પ્રાચીન સંપ્રદાયનું અનુસરણ અહિ આપોઆપ અને અજાણતાં થઈ ગયું છે.

શ્લોક ૩ ત્રિભંગ–શરીરમાં ત્રણ ભાગમાં ભંગ-ભંગી-વાંક આવે તેવી સ્થિતિ કૃષ્ણનું ત્રિભંગી અવસ્થાન સુપ્રસિદ્ધ છે. ઢીંચણ, કમર, અને ડોક ત્રણ ઠેકાણે વારા ફરતી સ્હામસ્હામા આવતા વાંક રાખીને સ્થિતિ કરવી તે ત્રિભંગ.