પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૨


શ્લોક ૫ પૂર્વાર્ધ — ‘કેશભાર’ એ ‘વીંટી વળ્યો’ નો કર્તા છે, અને ‘મુખચંદ’ તે કર્મ છે.

ઉત્તરાર્ધ — ‘નયનો’ — ‘વાંચે’ નો કર્તા.

શ્લોક ૬ પૂર્વાર્ધ — તન્ત્રી = તાર.

હિમગિરિનાં વનોમાં દેવદારનાં ઝાડોમાં જેમ વ્યોમમાં ઠરેલી પેલી ચંદા (ચન્દ્ર) પોતાનાં કિરણો નચવે તેમ એ દિવ્ય કન્યકાની આંગળિયો વીણાના તારમાં રમતી હતી. વીણા વગાડતી આંગળિયોને ચન્દ્રકિરણની ઉપમા આપીછે; દિવ્ય કન્યકાને ચંદાની ઉપમા.

શ્લોક ૬—૭—૮—૯.

આ દિવ્ય કન્યકા તે કવિતાની દેવી (Muse). એ વીણા વગાડતી હતી અને ગાન ગાતી હતી, પરંતુ એ વીણાના કે ગાનના સ્વર મ્હારાથી સંભળાતા ન્હોતા; કેમકે હું મન્દ છું (‘મન્દ’–શ્લો. ૭ ઉત્તરાર્ધ ); એ સ્વર ઊંચે ચન્દ્રમાં જ વિલીન થઈ જતા હતા.

આંગળીઓ હાલતી જણાતી અને દેવી ગાતી જણાતી હતી (મુખની ચર્યાથી) પરંતુ સ્વર સંભળાતા ન્હોતા, માટે ‘એ નવીન દર્શન’ હું જોતો હતો, એમ કહ્યુંછે. શ્રવણ થયું તે તો માત્ર નૂપુરઘૂઘરી વાગતી હતી ત્હેનું જ. (શ્લો. ૯).

નૂપુર = પગનાં ઝાંઝર.

શ્લો. ૧૦ કિંકિણી = ઘૂઘરી.

આ કાવ્યનો ભાવાર્થ આમ છે :— કવિતાની દેવીને હિમાલયના

શિખરમાં ઊભેલી કવિ દેખેછે; એ વીણા વગાડે છે અને ગાન કરેછે,