પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૩


પણ તે કવિ—મન્દબુદ્ધિ કવિ—સાંભળી સકતો નથી.—ઉચ્ચ કવિત્વના પ્રદેશમાં પેસવાનો આ મન્દ માનવ કવિનો અધિકાર જ નથી. એ દેવીને વગાડતી અને ગાતી માત્ર દીઠી એટલી જ ધન્યતા. માત્ર સંભળાયું શું ? દેવી નૃત્ય કરવા લાગી તે વખતે હેના નૂપુરનો ઝંકાર જ સંભળાયો. એ ઝંકાર કવિતદેવીના ગાન કે હેની વીણાના નાદથી અસંબદ્ધ ન્હોતો. એ ગાન અને એ વીણાના સ્વરમાંથી ઝરતાં અમૃતબિન્દુ એ નપુરની ઘૂઘરીઓ ઝીલતી હતી. એમ પરંપરાથી આવેલા મધુર સ્વરનાં કવિના હૃદયરૂપી નાદયન્ત્રમાં (ગ્રામોફોનમાં) પડેલાં પ્રતિબિમ્બ ફરી જાગૃત કરીને આ કાવ્યસંગ્રહના આકારમાં રસિક વર્ગને અર્પ્યા છે. પછી એ ગ્રામોફોનને દોષથી માધુર્યમાં ખામી આવે તો તે માટે મૂળ ધ્વનિને–નૂપુરઝંકારને — દોષ દેશો નહિં.

ઉચ્ચતમ કવિત્વનાં તત્ત્વોનો અધિકાર વિરલ કવિને જ હોય; એ તત્ત્વ કવિતદેવીના ગાનને વાદ્યમાં જ સમાયલાં છે. તે પ્રત્યક્ષ શ્રવણગોચર નથી થયાં, પણ દેવીના નૂપુરઝંકાર મારફત ચળાઈને સંસ્કારરૂપે રહેલા, કવિ હૃદયના નાદયન્ત્રદ્વારા પ્રગટ કરાયછે. અર્થાત્ પરંપરાથી આવવાથી તેમ જ નાદયન્ત્રના જ દોષથી આ કાવ્યોમાં ખામી હોય તો તે ખાતે દોષ કવિહૃદયનો જ, કવિતત્ત્વોના માધુર્યનો નહિં જ.

ભારત જનીની અશ્રુમાળા— પૃષ્ઠ ૪—૮.

આ કાવ્યનો ભાવાર્થ કાવ્યમાંથી સહેલાઈથી જ જણાઈ આવે એમ છે. થોડાક ઇશારા જ આપવા બસ છે. હિમગિરિ ઉપર તપ કરતી ઊભેલી દિવ્ય મૂર્તિ તે ભારત ભૂમિની અધિદેવી,–ભારત જનની.

એ જનની પોતાનાં બાળ—ભારતવાસીઓ–ની અધમ દશા માટે