પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪


શોક કરે છે અને પરમ પિતાની પ્રાર્થના–એ બાળકોના ઉદ્ધાર માટે—કરે છે. આમ કરતાં પહેલાં અશ્રુ હેના ઉર ઉપર ઠરી જઈને સ્ફટિક મણિની માળા બની રહે છે.

કવિ પણ આ શોક સાથે સમભાવ થઈ જનની જોડે જ તપ કરવાને ઈચ્છા બતાવે છે. પરંતુ ભારતજનની હેને વારે છે ને કર્તવ્યનો ખરો માર્ગ બતાવી કર્મવીર બનવાનું,—બન્ધુઓનો ઉદ્ધાર પોતાના પ્રયાસથી કરવાનું,— કર્તવ્ય માર્ગ સેવવો એ પણ વિકટ છે માટે કર્તવ્યનું તપ કરવાનું,-કહે છે. અને કેટલાક દુઃખના ઉદ્‌ગાર કાઢી, છતાં નિરાક્ષાવશ ના થઈને કવિને અશ્રુ ઠરીને સ્ફટિક બની ગયેલી માળા પ્રસન્ન થઈને આપે છે. એ માળામાં અદ્‌ભુત પ્રભાવ એ હતો કે કર્તવ્યમાર્ગમાં વિઘ્ન આવે તે વખતે આ માળા ફેરવે તો ભારતજનનીનું પ્રાર્થનાનું ગીત ફરી સંભળાય, અને વિઘ્ન દૂર થાય. મતલબ કે કર્તવ્ય કરતાં વિઘ્નો આવે તે વખતે ભારતજનનીનાં અશ્રુથી ભરેલું ગીત સંભારવાથી—અશ્રુ કરીને સ્ફટિકમણિ થયેલાં, અર્થાત્ શોકની દશા તજીને ઉત્સાહરૂપ પામેલા ભાવ, હૃદયમાં ઘોળવાથી — કર્તવ્યમાર્ગ સરળ થશે.

કડી—૧ પૂર્વાધ—હિમાલયનાં શિખરો ગગન સૂધી પ્હોંચતાં જણાય છે તેથી તારાઓની માળા ત્ય્હાં ચઢેલી હોય એમ કલ્પના છે.

ઉત્તરાર્ધ—ચાંદની શિખરો ઉપર પથરાય, તેથી ચંદાને બાલિકાની પેઠે રમતમાં અમૃતલેપ કરતી કલ્પી છે.

કડી—૩ ‘લેખે’નો કર્તા ‘દેવી’ અને કર્મ ‘કેશભાર’ છે.

કડી—૬ દેવદારનાં વન અને ઝરણો (શ્લો. ૪, ૫) એ દેવી