પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫


ઊભેલા ઊંચા શિખરથી એટલાં દૂર, દૂર નીચે હતો કે હેનાં ગાન ને ઘુઘુરવના ધ્વનિ ફક્ત દેવીના ચરણે આગળ જ પડતા અને તે એ સાંભળતી ન્હોતી; કાંઈક ધ્વનિની મન્દતાને લીધે, ને કાંઈક દેવી તપમાં નિમગ્ન હોવાને લીધે;

અનેરું—

માટે જ એ તપને ‘અનેરું’ કહ્યુંછે.

અનેરું = જુદા જ પ્રકારનું, અસાધારણ પ્રકારનું. સં. अन्यतरं, પ્રા. अन्नयरं-ગુજ–અનેરું. (આ શબ્દનો ખરો અર્થ ના જાણવાને લીધે, ‘અનેરી આશા’, ઇત્યાદિ વિચિત્ર પ્રયોગો જોવામાં આવેછે; તેમ જ આ શબ્દ કેવળ કવિતામાં જ વપરાય હેવો છે તે વાત પણ ભૂલી જવામાં આવે છે.)

શ્લો. ૭ ચરણ ૨. વાંસે = પાછળ; પછાડી.

કડી ૨૪/,૨૫/— બાળલગ્નને લીધે તીવ્ર દુઃખમાં બાળકીઓ પડે તેથી રૂઢિ રાક્ષસી પોતે રચેલા યજ્ઞકુંડમાં જ હેમને હોમતી કલ્પી છે; અને વિધવાઓ દુરાચારને લીધે દિગુણ ત્રિગુણ પાપના ગર્તમાં(ખાડામાં ) પડે છે, તેથી ત્હેમને એ રાક્ષસી ( વિધવા તે મરણપર્યન્ત વિધવા જ ર્‌હે એ ક્રૂર ચાલ ચલાવનારી રૂઢિ રાક્ષસી) એ રીતે હોમેછે; અને પોતે તો નિષ્ઠુર હૃદયવાળી હોવાથી એ યજ્ઞમાં હોમાતી બાળકીઓ તથા વિધવાઓને જોતી જોતી અટ્ટહાસ-ખડખડાટ હાસ —કરે છે.