પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬


ઉદ્‌બોધન ૧—૨. પૃષ્ઠ ૯—૧૨.

ઈ. સ. ૧૯૧૨ ના નૉવ્હેમ્બરમાં ‘આર્યન બ્રધરહુડ’ તરફથી મુંબઈમાં ‘આર્યન કૉનફરન્સ’ ભરાયું હતું, તે પ્રસંગ માટે આ બે ગીત રચ્યાં હતાં. બંનેનો ભાવાર્થ એક સરખો જ છે; માત્ર ગીતની ચાલ ફેરવીને રચના કરીછે.

ઉદ્‌બોધન —૧. પૃષ્ઠ ૯—૧૦,

કડી ૧, પં–૨. નવ જીવન = નવું જીવન.

કડી ૨. નિદ્રિત દેખી આવે ત્ય્હાં—ઈ.

અજ્ઞાન અને મોહની નિદ્રામાં પડ્યા હતા તેથી જ રૂઢિરૂપી ચોર (ચોરટી) ને આવવાનો લાગ મળ્યો. જ્ઞાનમાં જાગૃત હોત તો ખોટી રૂઢિ પ્રવેશ જ ન પામત. ચોર સલામતી ખાતર ઊંઘતા ઘરધણીને બાંધી લેછે અને પછી તેની મિલકત ચેરી લેછે; તેમ રૂઢિયે પણ કર્યું. આપણી મિલતક — અમૂલ્ય જીવનનું તેજ.

કડી ૫. નીચેનાં વચનો જુવો :—

एकवर्णमिदं पूर्वें विश्वमासीद् युधिष्ठिर ।
कर्मक्रियाविभेदन चातुर्वर्ण्य प्रतिकष्ठितम् ॥

(મહાભારત, વનપર્વ, અ. ૧૮૦.)