પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯


શ્લોક. ૧, ચરણ ૧-૨.

માતા પ્રેમથી ને મૃદુ ભાવે પુત્રને ચુમ્બન કરીને જગાડે, તેમ પ્રકૃતિયે મ્હને ચુમ્બન કરીને (મ્હારા આત્મામાં કવિત્વભાવ પ્રેરીને) જગાડ્યો (સર્વ વિશ્વ અને વૃત્તાન્ત તરફ કવિત્વદૃષ્ટિથી જોવાની શક્તિ મ્હારામાં ઉદ્‌બુદ્ધ કરી. )

શ્લોક ૩, પૂર્વાર્ધ.—

પાલણામાં સુતેલું બાળક ઉપર લટકાવેલાં લખોટિયો જેવાં ખેલમણાં પકડીને રમે તેમ રજનિના પટ ઉપર લટકાવેલા તારાઓ ફેરવતો કવિ કલ્પ્યો છે.

શ્લોક ૪.

ચન્દ્રનું બિમ્બ ક્ષયવૃદ્ધિથી ન્હાનું મ્હોટું થાય છે તે પ્રકૃતિ ગૂઢ શક્તિથી કોઈક કળ દાબીને ગોળો ન્હાનો મ્હોટો કરતી હોય એમ કલ્પના છે.

કળ = (૧) ચાંપ કે હેવી યુક્તિની યોજના.

(૨) કલા; કળા.

એમ શ્લિષ્ટ અર્થ લઈ સકાશે.

શ્લોક ૫ પૂર્વાર્ધ.

સન્ધ્યાકેરી ( સન્ધ્યાની) સરિતામાં મેઘની રેતીમાં (રેતી જેવાં પથરાયલાં વાદળાંમાં) રમું.