પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧


શ્લોક ૯ પૂર્વાર્ધ. —

બહુ જ જોરવાળો પવન પર્વતના શિખરોને પણ જાણે ડોલાવી નાંખતો હોય એમ કલ્પના કરીછે.

ઉત્તરાર્ધ. — વનમાં વૃક્ષોમાં વગેરેમાં પવનનો ધ્વનિ થાય તે વેણ–વાંસળી–વગાડી એમ કલ્પના છે.

શ્લોક ૧૨–૧૭ તથા ૧૯-૨૨, તેમ જ ૨૪.

ઉપર આ કાવ્યની ટીકાના અવતરણમાં સૂચવેલો કવિત્વના બાલ્યકાળનો નાશ અને પ્રૌઢ કાળનો આરમ્ભ આહિં આ વર્ણનમાં બિમ્બિત કર્યો છે.

શ્લોક ૧૬.

ગીતા અ. ૧૧ શ્લો. ૨૭ થી ૩૨ વાંચી જવાથી ભગવાનનું ઐશ્વરરૂપ ( વિરાટ સ્વરૂ૫) જણાશે. એ વિરાટ સ્વરૂપ વિશે કહ્યું છે કે,

कालोङ़स्मि लोकक्षयकृत प्रबद्धो
लोकात् समाजहतुँइह प्रवृतः

( ગીતા, અ ૧૧, શ્લો ૩૨.)

તેથી અહિં મરણરાક્ષસને વિરાટ સ્વરૂપવાળો કલ્પ્યાનું સરખા- પણું સમઝાશે.