પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨


ભગવાનના ઐશ્વરરૂપ (વિરાટ સ્વરૂપ)નાં મુખોમાં સકલ વિશ્વ- ના પદાર્હો પેસતા બતાવ્યાછે (ગીતા. શ્લો.ર૭–ર૯ ખાસ જુવો ) તેમ અહિં મરણરાક્ષસના વિકાસેલા મુખમાં કવિનાં રમકડાં દેખાતાં વર્ણવ્યાંછે.

ક્રીડનદ્રવ્ય = રમકડાં, દીન = રમવું; દિવ્ય = પદાર્થ; રમવાની વસ્તુ

શ્લોક ૨૦.

મૃત્યુ અને જીવનમાં મળતા અનેક દુંખપ્રસંગો (હૃદયને આઘાત આપનારા ક્ષોભ) ને પરિણામે કવિનાં રમકડાંની મૂળ વિલાસમય છાયા લુપ્ત તો ન થયેલી પણ ત્હેના ઉપર ઘેરી છાયાનો પટ બેઠેલો (માટે કારમા રંગ અર્પેલા કહ્યાછે;) આ પરિણામથી એ પદાર્થોની સૂચકતા વધવાથી કીમત વધીછે; માટે ‘અમોલાં અદકાં બન્યા.’ ઉપર ઉતારેલી મ્હારી નોંધના સંધાનમાં લખ્યું છે કે:— “આ રૂપાન્તર થવામાં લાભ થયો કે હાનિ તે શું કામ તપાસું ? છતાં મ્હને તો લાભ જ થયા લાગેછે. પ્રકૃતિ અને ઈશ્વરના જગતનું પૂર્ણ સ્વરૂપ જોવા માટે આ બંને અવસ્થાની જરૂર છે. અને સત્ય તે આ રીતે બહુરૂપી જ છે. માટે આ લાભ જ ગણું છું.”

શ્લોક ૨૧–૨૨.

આ કારણથી એ રમકડાંનું દ્વિવિધરૂપ અને હેની કીમત આ શોકોમાં સૂચવ્યાછે.